ભાણ બાપુ -- સૂરજ ભાણ

વખત જતાં તો અમારાં મહીયાનાં લોહી આયરના લોહી ભેળાં ભળ્યાં.

“એ શી રીતે ?” મહેમાને પૂછ્યું.

તે દિ' અમારો વડવો  ભાણો મહીયો ભરજોબન અવસ્થાએ: ઘોડીએ ચડીને ગામતરે નીકળેલા: ગુંદા ગામને પાદર આષાઢ મહિનાના મોરલાએ ગળક દીધી ત્યાં એની ઘોડીએ ઝબકીને ઠેક મારી. હરણ જેવી ઘોડી પંદર હાથ ઉપર જઈ પડી. ભાણ મહીયો તો પલાણ પરથી ડગ્યા નહિ, પણ એની પાઘ એના [ ૧૧ ] માથા પરથી વીંખાઈને નીચે પડી ગઈ. પાઘ વીંખાતાં જ માથા ઉપરના પેનીઢક મોવાળાનો ચોટલો છૂટી ગયો. વિખરાએલી જટાએ ઘોડીને પણ ઢાંકી દીધી. ચંદ્રમાને વાદળીઓ વીંટે એમ કાળી લટોએ ભાણ મહીયાનું મોઢું છાઈ દીધું.

કૂવાને કાંઠે, ટીબકીઆળી ચુંદડીએ અને ભરત ભરેલે કપડે બે પનીઆરીઓ હેલ્ય ભરીને હાલું ! હાલું ! થાતી હતી તે આ દેખાવ દેખીને થંભી ગઈ. ભાણ મહીયાનો ચોટલો સંકેલાણો, પાઘ બંધાઈ ગઈ, ઘોડી પાદર વટાવી અણદીઠ થઈ, તો યે બેમાંથી એક પનીઆરી તો ખસતી જ નથી. એની આંખોની મીઠી મીઠી મીટ એ જ દિશામાં મંડાઈ ગઈ છે. માથે બેડું મેલ્યું છે તેનો ભાર પણ ભૂલાણો. જાણે જુવાનડી કાગાનીંદરમાં ઘેરાણી. અંતે બીજી પનીઆરીએ એને ઢંઢોળી :

"કાં બા ! હવે તો બેડાને ભારે માથાની ટાલ્ય બળે છે હો ! અને તમારે જો તમારી હેલ્ય પરબારી ત્યાં જ જઈને ઉતારવી હોય, તો પછી મને ઘર ભેળી થાવા દ્યો.”

તે વખતે તો પનીઆરી છાનીમાની ભોજાઈ ભેગી ચાલી ગઈ. પણ ઘેર ગયે એને જંપ ન વળ્યો. ભોજાઈનું મેણું માથામાં ખટકતું હતું અને નજરમાં રૂડો અસ્વાર રમતો હતો. હૈયું ક્યારનું એની પાછળ પંથ કરી રહ્યું હતું. ઘરમાંથી માણસો આઘાં પાછાં થયાં એટલે પોતે હેલ્ય લઈને ચાલી. પાદરને એ જ કુવેથી પાણી ભર્યું અને હેલ્ય માથે ઉપાડી કુવાડવા ગામને માર્ગે ચડી. ગામમાં જઈને ભાણ મહીયાની ડેલીએ ઉભી રહી. માથે હેલ્ય ને મોઢે મલીરનો ઘૂમટો : પગ ઉપર ઢળતી પડી છે રાતીચોળ જીમી : ભાણ મહીયો જોઈ રહ્યો. પાસવાનોને કહ્યું, “પૂછો, આ બાઈ કોણ છે ! અને શા કામે આવી છે?”

માણસો પૂછવા ગયા. ઘૂમટાવાળીએ કહેવરાવ્યું કે “ભાણ મહીયાને કહો, હું ગુંદા ગામના આયર જીવા પટેલની દીકરી : મારું નામ રાણદે : કુળની લાજ મરજાદ મેલીને આવી છું. માટે [ ૧૨ ] આજ કાં તો મૂછોના વળ ઉતારી મૂછ નીચી કર, ને કાં તો આ હેલ્યને હાથ દે !”

ભાણ મહીયો ઘડીભર વિચારમાં પડી ગયો. આયરોનાં વેર માથે લઈ જીવવું વસમું હતું. પણ તેથી વસમું તે હતું મૂછ નીચી કરવાનું કામ. મહીયો થઈને મૂછનો વળ કેમ કરી ઉતારે ? ઉઠીને એણે આયર-કન્યાની હેલ્યે હાથ દીધો. રૂપાળી, રઢીયાળી અને શૂરવીરનું એાઢણું એાઢવા સગાં વ્હાલાંના વિજોગ સહેનારી રાણબાઈ ગઢમાં ચાલી ગઈ. શાં એનાં સોજાં શીળ ! એારડા ય હસી ઉઠ્યા.

બાઈના બાપ જીવા આયરને જાણ થઈ કે દીકરી મહીયા માથે મોહીને ગઈ. આયરનું ડીલ તપી હાલ્યું અને મહીયા ઉપર દળકટક હાંકવા મન કર્યું. મૂછો મરડીને આયર બોલ્યો કે “કુવાડવા ઉપર મીઠાનાં હળ જોડાવું તો હું આયર સાચો.”

“આપા જીવા ! “ ડાહ્યા ચારણો હતા તેણે શીખામણ દીધી: “એમ કાંઈ મહીયો ગાંજ્યો નહિ જાય. અને પછી દેખાશો ભુંડા. માટે હાથે કરીને માત્યમ ખોવા શીદ ચડો છો ?”

“પણ મહીયો શું એમ મારી દીકરીને રાખે ?”

“આપા ! દીકરી ગઈ છે તો મૂછાળાને ને ? કોઈ નમૂછીયા ઉપર તો નથી મોહી ને ?”

"ના."

“ત્યારે મહીયાને સગો બનાવી લોને ! અરે ભુંડા ! તારે તો ભડ વસીલો મળ્યો.”

એ રીતે રાણદે આઈનો વસ્તાર મહીયા અને આયરનાં મોંઘાં લોહીમેળથી શોભી ઉઠ્યો. રૂપ ને શુરાતન બેયનાં સરખાં પાણી મહીયાના વંશને ચડવા લાગ્યાં. એ રાણદે બાઈનો દેહ અમારા શેરગઢ ગામના ટીલાત અમરાભાઈના ગઢમાં જ પડ્યો હતો

ભાઈ ! હજી જાણે ગઈ કાલની જ વાત. [ ૧૩ ] 


Comments

Popular posts from this blog

About mahiya rajput

✍🏻 “કનડાને રીસામણે”✍🏻

જય ગીગાબાપુ મહિયા