Posts

Showing posts from November, 2017

લોકકથાની વાતો - ડો.પ્રદ્યુમ્ન ખાચર

લોકકથાની વાતો - ડો.પ્રદ્યુમ્ન ખાચર મહિયા રાજપુત ની ખાનદાની અને ખુમારી - સોરઠ પંથકના કેશૉદ તાલુકાના કણેરી ગામના મહિયા રાજપૂત એવા ગીગા મહિયા બહારવટે ચડેલ ને જેણે સોરઠની ધરતીને ધ્રુજાવી દીધી હતી. જેણે નીતિ-ધર્મથી જ બહારવટું ખેડેલું માટે જૂનાગઢ રાજ્યના પ્રજાજનો કારડિયા, કણબી પટેલ, રબારીઓ તેને પ્રેમથી રોટલા પૂરા પાડતા હતા એમાં કોઈ બળજબરી કે ધાકધમકી નહોતા. એ ગીગાના મુઠી જેવડા હૃદયમાં એક દીકરી માટે કેવી બધી ભાવના અને ત્યાગ સમાયેલો હતો તેની આજ વાત કરવી છે, જે સાંભળતા લાગે કે બાપ-દીકરીથી કોઈનો પ્રેમ વધુ હોતો જ નહિ હોય ? ગીગાને રાણીબા નામની અતિ વહાલસોયી એક દીકરી હતી જે દીકરીને તેની મા બે વર્ષની મૂકીને સ્વર્ગની વાટે ચાલી નીકળી હતી, ત્યારે ગીગાના તમામ સગાવ્હાલાઓ તમામ શબ્દો અને સંબંધો અને ઈશ્ર્વરીય માયા સમજાવીને કહે છે કે તું બીજા લગ્ન કરી લે. એમાં કંઈ ખોટું નથી ને રાણીબા ને પણ કશો જ વાંધો સાવકીમાં નહિ આવવા દે. અમે તે માટે બેઠા છીએ પણ ગીગો એકનો બે થતો નથી. હવે ગીગો પોતાની તમામ શક્તિ અને પ્રેમને આ બાળકી ઉપર જ કેન્દ્રિત કરીને તેને માની હૂંફની ખોટ ન આવી પડે એ રીતે ઉછેરી રહ્યો હતો, આ દૃશ્ય જોનારને