Posts

Showing posts from July, 2017

લડાઈમાં નાના ભાઇની રક્ષા કરવા બહેનોએ પણ શહિદી વહોરી હતી

લડાઈમાં નાના ભાઇની રક્ષા કરવા બહેનોએ પણ શહિદી વહોરી હતી - 1883 માં ગીરનાં કનડા ડુંગર પર નવાબ સામે રીસામણે બેસેલ મહિયા રાજપુતોમાં - નવાબે દગો કરી મારી નાખેલા તમામ શહિદોની કનડા ડુંગરમાં આજે પણ ખાંભી છે મેંદરડા: ઇ.સ.1883 માં અંગ્રેજોના દબાણવશ થઈ હતી જૂનાગઢનાં નવાબ દ્વારા શેરગઢનાં રજવાડા પર પણ કર લાદવામાં આવતા મહિયા રાજપુતો દ્વારા ગીરનાં કનડા ડુંગર પર જઇને રીસામણે બેસેલ જેમાં તરશીંગળા ગામનાં 12 વર્ષનાં સામતબાપુ પણ પોતાની તલવાર લઇને ઘરેથી નિકળી ગયા હતા. જેનાં રક્ષણ માટે તેની બે મોટી બહેનો પણ આવી હતી અને નવાબ દ્વારા કરેલ દગામા ભાઇની રક્ષા માટે બહેનોએ શહિદી વહેરી હતી. જ મહિયા રાજપુતો દ્વારા અવાર-નવાર નવાબની મદદને પગલે ખુશ થઇને જૂનાગઢનાં નવાબ દ્વારા 16 મી સદિમાં કેશોદ-માળિયા વિસ્તારનાં 24 ગામોની જાગીરદારી મહિયા રાજપુતોને આપેલ. જેમાં નવાબ દ્વારા કોઇપણ જાતનો કર નાંખવામાં આવતો ન હતો અને નવાબને જ્યારે જરૂર પડે ત્યારે મહિયા રાજપુતોની મદદ લેવામાં આવતી પરંતુ સમય જતાં દેશમાં અંગ્રેજો કોઠીઓ સ્થાપવા લાગેલ અને ધીમે ધીમે ગુલામીમા સમગ્ર દેશને ઝકળી લીધેલ અને તમામ નાના-મોટા રજવાડાઓ પર કર નાંખવાનું શરૂ