Posts

Showing posts from 2021

આજે શેરગઢ સ્ટેટ ની સ્થાપના ને 473 વર્ષ પૂર્ણ થયા છે..

Image
આજે શેરગઢ સ્ટેટ ની સ્થાપના ને 473 વર્ષ પૂર્ણ થયા છે..  શેરગઢ સ્થાપના : વિક્રમ સવંત ૧૬૦૪  વૈશાખ માસની અક્ષયત્રીજ ( અક્ષયતૃતીયા- અખાત્રીજ ) ના દિવસે  (ઇ.સ.૧૫૪૮) શ્રી ભાણબાપુ બાબરીયાના હસ્તે તોરણ બાંધી સિંહગઢ ગામ વસાવવામાં આવ્યું. જૂનાગઢ રાજ્ય માં તે સમયે ઇસ્લામિક શાસન હોવાથી સિંહગઢ માંથી ઉર્દૂ શબ્દ શેરગઢ નાં નામથી પ્રચલિત થયું. ઇ.સ.૧૫૪૮ પહેલા આ જગ્યાએ મકરાણી અને ડફેરો ના નિવાસ સ્થાન હતા અને ચોરગઢી તરીકે ઓળખાતું. ત્યારે ભાણબાપુ બાબરીયાની રાજસત્તા કૂવાડવા માં ચાલતી હતી. કૂવાડવા થી આવી ચોરગઢી ઉપર આક્રમણ કરી ચોર લુટારાઓ નો નાશ કરી ત્યાં બાબરીયા મહીયાનો ઝંડો ફરકાવી શેરગઢ નું તોરણ બાંધી ખેડૂતોને જમીનો આપી રહેવા માટે મકાનો બંધાવી આપી માનવ વસાહતો સ્થાપી...... શેરગઢની સત્તા ભાણબાપુ એ તેમના કુંવર ખીમસિંહજી બાબરીયા ને સોંપી પોતે પાછા કૂવાડવા પોતાના રાજ્યમાં ચાલ્યા ગયેલ. ખીમસિંહ બાબરીયાએ શેરગઢ માં ચોકીયાત ના થાણા બનાવી સશસ્ત્ર સૈન્યની ટુકડીઓ મુકી શેરગઢ રાજ્યને એક સુરક્ષિત અને બળવાન સ્ટેટ બનાવ્યું                             ૧૫૪૮ થી ૧૯૪૭ સુધી એટલે કે ભારત આઝાદ થયુ ત્યાં સુધી શેરગઢ  સંપૂર્ણપણે સ્વતંત્

વચન કાજ વહોરી શહીદી

Image
વચન કાજ વહોરી શહીદી વાત જાણે એમ છે જુનાગઢ નવાબી કાળ દરમ્યાન જુનાગઢ સલ્તનત મા આરબ સૈનિકો ફરજ બજાવતા હતાં. આરબો નો જુનાગઢ મા દબદબો ચાલતો હતો. જુનાગઢ ની પ્રજા હિન્દુ ધર્મ પાળવા વાળી પ્રજા. જુનાગઢ નવાબ પણ ધર્મ નિરપક્ષ રીતે રાજ કરતાં હતાં. પરંતુ જૂનાગઢ ના આરબ સૈનિકો અને સેના નાયક રાજ્ય મા અરાજકતા ફેલાવતા હતાં અને વાત ત્યાં સુધી વકરી કે તેઓ નવાબ ની પણ અવગણના કરવાં માંડ્યાં.  આવા તત્વો ને નાથવા માટે નવાબ ને કોઈ લડાયક યોદ્ધાઓ અને ઈમાનદારી ની તલાસ કરવાં માંડી. ત્યાર ના સમયે મહિયા દરબારો નો વાંકાનેર અને  મચ્છુ અને મહિ  કાંઠા ના વિસ્તાર મા  વસવાટ હતો. નવાબ ને જે શૂરવીરતા અને ઈમાનદેરી ની તલાસ હતી તે જુનુન ની વાત નવાબે ચારણ અને બારોટ ના મુખે થી સાંમળેલી કે મહિયા જેવી ઈમાનદાર અને લડાયક કોમ તમને દિવો લઈને ગોત્યે પણ ઘડીકમાં નહી મળે.   નવાબે મહિયા ઓ ને જુનાગઢ ના રક્ષણ અને સૈન્ય મદદ માટે આમંત્રણ આપ્યુ હતું.  જુનાગઢ ના શેરગઢ પંથક મા ૮૪ ગામ માં ગરાસ આપ્યો હતો જે અંગ્રેજો આવ્યા બાદ કૂટનીતિ અને પ્રપંચ થી પાછો ઝુંટવી હાલ ૨૪ ગામ મહિયા શેરગઢ ચોવીસી હાલ મોજુદ છે.  આ ગરાસ મહિયા ઓ ને માથા ના બલિદાન એટ