કલાજી લુણસર
ગોંડળના કોઠા ઉપર 'ધ્રુસાંગ ! ધ્રસાંગ ! ધ્રુસાંગ !' એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને 'ઘેાડાં ! ઘોડાં ! ઘેાડાં !” પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા લાગ્યો. એટલામાં એક ડેલીમાંથી એક જુવાન બહાર દોડ્યો આવે છે, અને ચોપદારને પૂછે છે, “ભાઈ, શું છે ? શેનો ઢોલ વગડે છે?” “કલાજીભાઈ!” ચોપદાર ચાલતો ચાલતો કહેતો ગયો: “કુંડલાના હાદા ખુમાણે આપણો માલ વાળ્યો છે, પણ તમે ચડશો મા.” "કાં ?" “બાપુએ ના પાડી છે : હજી તમારી ચાકરી નોંધાણી નથી." “એમ તે કાંઈ હોય ! રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નેાંધાવીને પછી જ અવતરે છે.” એટલું કહીને કલાજી નામના અસવારે હથિયાર હાથ કરી ઘોડી છોડી. લૂણસર નામે વાંકાનેરનું એક ભાયાતી ગામ છે. ત્યાંનો ગરાસિયો કલોજી પોતાના ભાઈએાને લઈને ગોંડળ ભા' કુંભાની પાસે નેાકરી કરવા આવ્યો હતો. ત્રીસ વરસની અવસ્થા હતી. આજ સવારથી એની ચાકરી નેાંધવાની હતી, પણ મળસકામાં જ હાદો ખુમાણ નામે કુંડલાનો [ ૧૬ ] કાઠી પોતાનાં દોઢસો ઘોડાં લઈને ગોંડળની સીમમાં ત્રાટક્યો અને એણે પહરમાંથી પરબારાં ઢોર વાળ્યાં. ભા' કુંભાનો પગાર ખાનાર બીજા રજપૂત બહાર નીકળે...