ભાણબાપુની પ્રતિજ્ઞા પુરી કરવા માટે નાગબાઇ માઁ એ સુરજ નારાયણ ને તણ ઘડી રોકીદીધા હતા.. તેના લીધે તે ગામનું નામ તરઘડીયા પડ્યું હતું.. અને ભાણબાપુને સુરજ નું બીરુદ આપવામાં આવ્યું હતું *જય સુરજ ભાણ* *જય નાગબાઇ માઁ*

*શેરગઢ*

*જય શ્રીકૃષ્ણ,,,જય માતાજી*

ભાણબાપુની પ્રતિજ્ઞા પુરી કરવા માટે નાગબાઇ માઁ એ સુરજ નારાયણ ને તણ ઘડી રોકીદીધા હતા..
તેના લીધે તે ગામનું નામ તરઘડીયા પડ્યું હતું..
અને ભાણબાપુને સુરજ નું બીરુદ આપવામાં આવ્યું હતું 

*જય સુરજ ભાણ*
*જય નાગબાઇ માઁ*

શેરગઢ સ્થાપના : વિક્રમ સવંત ૧૬૦૪ વૈશાખ માસની અક્ષય ત્રીજ ના દિવસે (ઇ.સ.૧૫૪૭) શ્રી ભાણબાપુ બાબરીયાના હસ્તે તોરણ બાંધી સિંહગઢ ગામ વસાવવામાં આવ્યું. જૂનાગઢ રાજ્ય માં તે સમયે ઇસ્લામિક શાસન હોવાથી સિંહગઢ માંથી ઉર્દૂ શબ્દ શેરગઢ નાં નામથી પ્રચલિત થયું. ઇ.સ.૧૫૪૭ પહેલા આ જગ્યાએ મકરાણી અને ડફેરો ના નિવાસ સ્થાન હતા અને ચોરગઢી તરીકે ઓળખાતું. ત્યારે ભાણબાપુ બાબરીયાની રાજસત્તા કૂવાડવા માં ચાલતી હતી. કૂવાડવા થી આવી ચોરગઢી ઉપર આક્રમણ કરી ચોર લુટારાઓ નો નાશ કરી ત્યાં બાબરીયા રાજપૂતોનો ઝંડો ફરકાવી શેરગઢ નું તોરણ બાંધી ખેડૂતોને જમીનો આપી રહેવા માટે મકાનો બંધાવી આપી માનવ વસાહતો સ્થાપી...... શેરગઢની સત્તા ભાણબાપુ એ તેમના કુંવર ખિમસિંહજી બાબરીયા ને સોંપી પોતે પાછા કૂવાડવા પોતાના રાજ્યમાં ચાલ્યા ગયેલ. ખિમસિંહ બાબરીયાએ શેરગઢ માં ચોકીયાત ના થાણા બનાવી સશસ્ત્ર સૈન્યની ટુકડીઓ મુકી શેરગઢ રાજ્યને એક સુરક્ષિત અને બળવાન સ્ટેટ બનાવ્યું ૧૫૪૭ થી ૧૯૪૭ સુધી એટલે કે ભારત આઝાદ થયુ ત્યાં સુધી શેરગઢ સંપૂર્ણપણે સ્વતંત્ર રહ્યું હતું. સંત શ્રી કેશવ કલિમલી બાપુએ મૌનવ્રત ધારણ કરી જયાં પોતાનું સંપૂર્ણ જીવન પરમાત્માના સાનિધ્યમાં ઇશ્વરની ભક્તિ માં વિતાવી દીધું તેવી ભક્તો ની ભૂમિ એટલે શેરગઢની ભૂમિ. જૂનાગઢ ના ગરવા ગિરનારની ઉપર હાલમાં આત્મેશ્વર મહાદેવ ની પવિત્ર જગ્યાએ ભોળાનાથ ની ભક્તિ ના રંગમાં તરબોળ રંગાયેલા એવા ભગત શ્રી ગોરધનભગત(રુપાવટિયા) ની જન્મભૂમિ એટલે શેરગઢની ભૂમિ જૂનાગઢ ગરવા ગિરનાર ની જગ્યાના પ્રસ્સિધ સંત શ્રી વેલનાથ કે જેની ભક્તિની પ્રતાપે ખુદ ભગવાનને પોતાના ભગત વેલનાથનાં કામ કરવા ધરતી ઉપર આવવું પડતું એવા સંત શ્રી વેલનાથની કર્મભૂમિ એટલે શેરગઢની ભૂમિ સંતોભક્તો અને શુરવિરોની ભૂમિ એટલે શેરગઢની ભૂમિ છે ગામના નામ પ્રમાણે જ પોતાનું વ્યક્તિત્વ ધરાવતી,ખુમારી,નેકીટેકી જાળવી,સતત ભાઈચારાની ભાવના મનમા રાખી,સદાય સંપીને રહેવામાં માનનારી, પ્રગતિશીલ એકબીજા ના દુઃખ માં ભાગ લેનારી,જ્ઞાતિ જન્મથી મળે છે,
પણ
સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.. તેવી શેરગઢ ની તમામ જ્ઞાતિમાં જન્મેલી ધર્મ પ્રિય જનતા ને દિલથી શત્ શત્ નમન.........
*જય શ્રી કૃષ્ણ....જય માતાજી*

Comments

Popular posts from this blog

About mahiya rajput

✍🏻 “કનડાને રીસામણે”✍🏻

જય ગીગાબાપુ મહિયા