રાષ્ટ્ર રક્ષા માટે મહિયો પહાડ પડછંદ

જય મહાશક્તિ માં નાગબાઈ
જય સોનલ માં
ગુજરાતીઓ માટે એવું અવારનવાર સાંભળવા મળે છે કે ગુજરાતીઓ મિલેટ્રીમાં નથી જતા ગુજરાતીઓ એટલે ધંધાદારી ધંધો કરી જાણે પરંતુ જયારે દેશ માટે સરહદ પર જવાની વાત આવે ત્યારે ગુજરાતીઓની મજાક ઉડાવવામાં આવે તો ગુજરાતીઓ માટે આ મહેણાની વાતને પર રાખી નાગલધામ_શેરગઢ  ખાતે મહિયા રજપૂતોના ૧૧૦ જવાનો અપ્રિલમાં આવનાર મિલેટ્રીની ભરતીને ધ્યાનમાં રાખીને ટ્રેનીગ લઇ રહ્યા છે.પોતાના  શરીરને તપાવી પોલાદ જેવી કાયા બનાવી દેશ માટે, માતૃ ભૂમી માટે સરહદ પર જવા આ જવાનો તૈયારી કરી રહ્યા છે.
ચારણ દેવી સોનલમાં મહિયાઓ માટે કહેતા કે મહિયાનો દીકરો રાષ્ટ્ર માટે મસ્તક કાપી સકે  અને જરૂર પડે તો મસ્તક આપી પણ સકે.ઈતિહાસ શાક્ષી છે મહીયાઓએ માતૃભુમી માટે ,ગૌરક્ષા માટે,ધર્મ માટે કૈક બલિદાનો આપ્યા અને વરતમાન માં પણ સોનલમાં ના આશિર્વચન સાચા જ પડી રહ્યા છે.હાલ નાગલધામ ખાતે ૧૧૦ મહિયા યુવાનો મિલેટ્રી માં જોડવા માટે ટ્રેનીગ લઇ રહ્યા છે.સમાજના નિવૃત ફૌજી ભાઈઓ અને જે તે ફિલ્ડના માર્ગદશકો  આ યુવાનોને માર્ગદર્શન આપી રહ્યા છે.આમપણ એક ક્ષત્રીય માટે રાષ્ટ્રસેવાથી મોટી સેવા કઈ હોઈ સકે!
મહાશક્તિ માં નાગબાઈ ,સોનબાઇ માં ને પ્રાથના આ ક્ષત્રીય યુવાનોને તેની  ક્ષાત્રત્વ ફરજ નિભાવવાનો મોકો મળે અને ભારતભૂમિની રક્ષા  માટે આ યુવાનો સરહદ પર પહાડ બની ઉભા રહે .
રાષ્ટ્ર રક્ષા માટે મહિયો પહાડ પડછંદ ,
માં નાગલ સોનલના આશિર્વચન એને શું અડચણ
જય માતાજી
જય સોનલ માં




Comments

Popular posts from this blog

About mahiya rajput

✍🏻 “કનડાને રીસામણે”✍🏻

જય ગીગાબાપુ મહિયા