Posts

આજે શેરગઢ સ્ટેટ ની સ્થાપના ને 473 વર્ષ પૂર્ણ થયા છે..

Image
આજે શેરગઢ સ્ટેટ ની સ્થાપના ને 473 વર્ષ પૂર્ણ થયા છે..  શેરગઢ સ્થાપના : વિક્રમ સવંત ૧૬૦૪  વૈશાખ માસની અક્ષયત્રીજ ( અક્ષયતૃતીયા- અખાત્રીજ ) ના દિવસે  (ઇ.સ.૧૫૪૮) શ્રી ભાણબાપુ બાબરીયાના હસ્તે તોરણ બાંધી સિંહગઢ ગામ વસાવવામાં આવ્યું. જૂનાગઢ રાજ્ય માં તે સમયે ઇસ્લામિક શાસન હોવાથી સિંહગઢ માંથી ઉર્દૂ શબ્દ શેરગઢ નાં નામથી પ્રચલિત થયું. ઇ.સ.૧૫૪૮ પહેલા આ જગ્યાએ મકરાણી અને ડફેરો ના નિવાસ સ્થાન હતા અને ચોરગઢી તરીકે ઓળખાતું. ત્યારે ભાણબાપુ બાબરીયાની રાજસત્તા કૂવાડવા માં ચાલતી હતી. કૂવાડવા થી આવી ચોરગઢી ઉપર આક્રમણ કરી ચોર લુટારાઓ નો નાશ કરી ત્યાં બાબરીયા મહીયાનો ઝંડો ફરકાવી શેરગઢ નું તોરણ બાંધી ખેડૂતોને જમીનો આપી રહેવા માટે મકાનો બંધાવી આપી માનવ વસાહતો સ્થાપી...... શેરગઢની સત્તા ભાણબાપુ એ તેમના કુંવર ખીમસિંહજી બાબરીયા ને સોંપી પોતે પાછા કૂવાડવા પોતાના રાજ્યમાં ચાલ્યા ગયેલ. ખીમસિંહ બાબરીયાએ શેરગઢ માં ચોકીયાત ના થાણા બનાવી સશસ્ત્ર સૈન્યની ટુકડીઓ મુકી શેરગઢ રાજ્યને એક સુરક્ષિત અને બળવાન સ્ટેટ બનાવ્યું                          ...

વચન કાજ વહોરી શહીદી

Image
વચન કાજ વહોરી શહીદી વાત જાણે એમ છે જુનાગઢ નવાબી કાળ દરમ્યાન જુનાગઢ સલ્તનત મા આરબ સૈનિકો ફરજ બજાવતા હતાં. આરબો નો જુનાગઢ મા દબદબો ચાલતો હતો. જુનાગઢ ની પ્રજા હિન્દુ ધર્મ પાળવા વાળી પ્રજા. જુનાગઢ નવાબ પણ ધર્મ નિરપક્ષ રીતે રાજ કરતાં હતાં. પરંતુ જૂનાગઢ ના આરબ સૈનિકો અને સેના નાયક રાજ્ય મા અરાજકતા ફેલાવતા હતાં અને વાત ત્યાં સુધી વકરી કે તેઓ નવાબ ની પણ અવગણના કરવાં માંડ્યાં.  આવા તત્વો ને નાથવા માટે નવાબ ને કોઈ લડાયક યોદ્ધાઓ અને ઈમાનદારી ની તલાસ કરવાં માંડી. ત્યાર ના સમયે મહિયા દરબારો નો વાંકાનેર અને  મચ્છુ અને મહિ  કાંઠા ના વિસ્તાર મા  વસવાટ હતો. નવાબ ને જે શૂરવીરતા અને ઈમાનદેરી ની તલાસ હતી તે જુનુન ની વાત નવાબે ચારણ અને બારોટ ના મુખે થી સાંમળેલી કે મહિયા જેવી ઈમાનદાર અને લડાયક કોમ તમને દિવો લઈને ગોત્યે પણ ઘડીકમાં નહી મળે.   નવાબે મહિયા ઓ ને જુનાગઢ ના રક્ષણ અને સૈન્ય મદદ માટે આમંત્રણ આપ્યુ હતું.  જુનાગઢ ના શેરગઢ પંથક મા ૮૪ ગામ માં ગરાસ આપ્યો હતો જે અંગ્રેજો આવ્યા બાદ કૂટનીતિ અને પ્રપંચ થી પાછો ઝુંટવી હાલ ૨૪ ગામ મહિયા શેરગઢ ચોવીસી હાલ મોજુદ છે.  ...

વીર વછરાજની અદ્ભૂત વાત

Image
વીર વછરાજની અદ્ભૂત વાત જુંગીવારા વાછરા રાણા,ગાઉં તારા હેતથી ગાણા              દૂહો:- બેહ ગામે બેસણાં ધન્ય જુંગીવારા ધામ                   હૈયાની પુરે હામ વિશ્વાસુની વાછરો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં વર્ષો પહેલા "ખીરા સંઘળીયા" નામના ચારણે ખીરલપર ગામ વસાવ્યું, સમય જતાં "લખમણ સોહલીયા" નામના ચારણે આ ખીરલપરનો જાપો બીજીવાર બદલી ઉગમણી દિશાએ બાંધ્યો એટલે ખીરલપરનું નામ ચારણી ભાષામાં "બેહ" પડ્યુ. આ બેહ ગામમાં આજે જુંગીવારા વિર વછરાજ સોલંકીનું વિશાળ મંદિર શોભી રહ્યું છે..ઈ વિર વછરાજ સોલંકી "જુંગીવારા" શું કામ કહેવાણા અને અહીં ક્યારે આવ્યા એની વાત કરવી છે, કાયાભાઈ હરગાણીનાં કલમે લખાયેલ "તુંબેલવાણી"નામનાં પુસ્તક પ્રમાણે વાત કરીએ તો આ બેહ ગામમાં  વર્ષો પહેલા અહીં આંબા આંબલી અને તાડીઓનું મોટું જંગલ હતું આ જંગલને અહીં વસતા ચારણો  "જુંગી" કહેતા અને આ જુંગીમાં એક માનવભક્ષી અસુરનો ત્રાંસ હતો એક તો ઘનધોર જંગલ અને એમાંય ભયંકર અસુરનો ત્રાંસ આવતા જતા રાહદારીઓને આ અસુરનો ભય સતાવતો એમાં બન્યું એવું કે બ...

કલાજી લુણસર

ગોંડળના કોઠા ઉપર 'ધ્રુસાંગ ! ધ્રસાંગ ! ધ્રુસાંગ !' એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને 'ઘેાડાં ! ઘોડાં ! ઘેાડાં !” પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા લાગ્યો. એટલામાં એક ડેલીમાંથી એક જુવાન બહાર દોડ્યો આવે છે, અને ચોપદારને પૂછે છે, “ભાઈ, શું છે ? શેનો ઢોલ વગડે છે?” “કલાજીભાઈ!” ચોપદાર ચાલતો ચાલતો કહેતો ગયો: “કુંડલાના હાદા ખુમાણે આપણો માલ વાળ્યો છે, પણ તમે ચડશો મા.” "કાં ?" “બાપુએ ના પાડી છે : હજી તમારી ચાકરી નોંધાણી નથી." “એમ તે કાંઈ હોય ! રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નેાંધાવીને પછી જ અવતરે છે.” એટલું કહીને કલાજી નામના અસવારે હથિયાર હાથ કરી ઘોડી છોડી. લૂણસર નામે વાંકાનેરનું એક ભાયાતી ગામ છે. ત્યાંનો ગરાસિયો કલોજી પોતાના ભાઈએાને લઈને ગોંડળ ભા' કુંભાની પાસે નેાકરી કરવા આવ્યો હતો. ત્રીસ વરસની અવસ્થા હતી. આજ સવારથી એની ચાકરી નેાંધવાની હતી, પણ મળસકામાં જ હાદો ખુમાણ નામે કુંડલાનો [ ૧૬ ] કાઠી પોતાનાં દોઢસો ઘોડાં લઈને ગોંડળની સીમમાં ત્રાટક્યો અને એણે પહરમાંથી પરબારાં ઢોર વાળ્યાં. ભા' કુંભાનો પગાર ખાનાર બીજા રજપૂત બહાર નીકળે...

ગીગાજી મહિયા

ઘર તરફ વળતી ઘોડીઓ ઝપાટે પંથ કાપવા લાગી. રૂપાવરણી રાતને શીળે પહોરે વનરાઈ જંગલી ચમેલીની સુગંધે મહેકતી હતી. એ ડુંગર, એ રણસ્થળ ને એ ખાંભીઓને પાછળ મેલીને અસ્વારો આઘેરા નીકળી ગયા. કતલની ધણેણાટી, હત્યાની કરૂણા અને શૂરાનાં મુંગાં સમર્પણનું વાતાવરણ વાંસે રહી ગયું હતું. અદાવતનાં ઝેર નીતારી નાખે એવી અગર ચંદણ રાત ચાંદા પૂનમ રાત ચાંદલિયો ક્યારે ઉગશે !  તારોડિયો ક્યારે ઉગશે ! એ ગીત માંહેલી ચંદન–છાંટી રાત હતી. મહીયા અસ્વારે બીડી ઝેગવી એટલે મહેમાન સમજ્યા કે મહીયો નવા તોરમાં દાખલ થઈ ગયો છે. એટલે મહેમાને વાત ઉચ્ચારી કે તમારો “ગીગો મહીયો બારવટે ચડ્યો હતો તેની શી હકીકત છે, કહેશો ?” “ગીગો [૧]મકો ને ? કણેરી ગામનો ગીગો ને ? હા, હા, ગીગો તો મકરાણીઓનો મોટો કાળ : મકરાણી મલક આખાને ધમરોળે, 1. ** મહીયાની એક શાખ. [ ૨૧ ] પણ ગીગાની કણેરીને સીમાડે ય ન છબે ભાઈ ! અને ગીગો તો  ગરનો સાવઝ કહેવાણો : સાંભળો સાંભળો એની ખ્યાતિયું: બાબીથી બીનો નહિ, ખત્રીવઢ ખાગે ભૂપ મોટા ભાગે, ગરનો સાવઝ ગીગડો. [ગિરનો સિંહ એ ગીગેા જુનાગઢના બાબી રાજાથી ન બ્હીનો. અને એણે તલવારથી ક્ષત્રીવટ ખેલી. મોટા રાજા પણ એનાથી ભાગતા...