વચન કાજ વહોરી શહીદી

વચન કાજ વહોરી શહીદી

વાત જાણે એમ છે જુનાગઢ નવાબી કાળ દરમ્યાન જુનાગઢ સલ્તનત મા આરબ સૈનિકો ફરજ બજાવતા હતાં. આરબો નો જુનાગઢ મા દબદબો ચાલતો હતો. જુનાગઢ ની પ્રજા હિન્દુ ધર્મ પાળવા વાળી પ્રજા. જુનાગઢ નવાબ પણ ધર્મ નિરપક્ષ રીતે રાજ કરતાં હતાં. પરંતુ જૂનાગઢ ના આરબ સૈનિકો અને સેના નાયક રાજ્ય મા અરાજકતા ફેલાવતા હતાં અને વાત ત્યાં સુધી વકરી કે તેઓ નવાબ ની પણ અવગણના કરવાં માંડ્યાં.  આવા તત્વો ને નાથવા માટે નવાબ ને કોઈ લડાયક યોદ્ધાઓ અને ઈમાનદારી ની તલાસ કરવાં માંડી. ત્યાર ના સમયે મહિયા દરબારો નો વાંકાનેર અને 
મચ્છુ અને મહિ  કાંઠા ના વિસ્તાર મા  વસવાટ હતો. નવાબ ને જે શૂરવીરતા અને ઈમાનદેરી ની તલાસ હતી તે જુનુન ની વાત નવાબે ચારણ અને બારોટ ના મુખે થી સાંમળેલી કે મહિયા જેવી ઈમાનદાર અને લડાયક કોમ તમને દિવો લઈને ગોત્યે પણ ઘડીકમાં નહી મળે.   નવાબે મહિયા ઓ ને જુનાગઢ ના રક્ષણ અને સૈન્ય મદદ માટે આમંત્રણ આપ્યુ હતું.  જુનાગઢ ના શેરગઢ પંથક મા ૮૪ ગામ માં ગરાસ આપ્યો હતો જે અંગ્રેજો આવ્યા બાદ કૂટનીતિ અને પ્રપંચ થી પાછો ઝુંટવી હાલ ૨૪ ગામ મહિયા શેરગઢ ચોવીસી હાલ મોજુદ છે. 

આ ગરાસ મહિયા ઓ ને માથા ના બલિદાન એટલે માથા સાટા નો ગરાસ જુનાગઢ નવાબ દ્રારા મળેલો છે .મહિયા ઓ પાસે એક વિઘો પણ ઘાઘરિયો ગરાસ નથી તેનો અમે મુંછે તાવ  આપી ને ગર્વ લઈએ છીએ. મહિયા ઓ આવ્યા બાદ નવાબ  ૯૯૯ પાદર નું એકછત્ર રાજ શાંતિ થી ભોગવતો. નવાબ મહિયા ની બહાદુરી અને ઈમાનદારી થી ખુબ પ્રભાવિત હતો અને શેરગઢ દરબાર ને કાકા સાહેબ અને તમામ મહિયા ઓ ને  મહિયા કાકા કહીને બોલાવતા હતાં. ઉના થી જુના સુધી જુનાગઢ ની સરહદ  હતી અને  શાંતિ થી જુનાગઢ રાજ ચાલતું અને અંગ્રેજો નું આગમન થયું.  અંગ્રેજો એ નવાબ ની સાથે મળીને પોલીસ બેળા ની સ્થાપના કરી.  હવે આરપાર અને તલવાર ભાલા ની લડાઈ ના યુગ નો અસ્ત થયો. એટલે મહિયા ઓ ની નવાબ ને જરૂર ના રહી. અંગ્રેજો ને મહિયા દરબારો આંખ ના કણા ની જેમ ખુંચવા લાગ્યાં. અંગ્રેજો ના કાવાદાવા ચાલું થયાં પ્રજા અને ખેડુતો ને અંગ્રેજો એ રંજાડવા નુ ચાલું કર્યું.   નવાબ ને નેજા હેઠળ અંગ્રેજો જનતા પર જુલ્મ ગુજારવા લાગ્યાં . મહિયાએ  મેળવેલી જમીન પર અસહ્ય કર લાદ્યો કર ના ભરે તો ઝુંટવી લેવા અંગ્રેજો તલપાપડ થવા લાગ્યા.મહિયા ઓ કહ્યું કે આ ગરાસ માથા ના બલિદાન મા મળેલ છે કોઈ બક્ષિસ પેટે મળેલો નથી જે અમે પાછો આપી એ તમે અંગ્રેજો ની વાત પર ચાલશો તો નહી સાખી લઈએ નહીતર  રા'  નું રાજ ફરી રા' ને  
અપાવતાં અમને વાર નહી લાગે નૈક ટેક થી રાજ કરશો તો તમારી સાથે છીએ નહીંતર તમારા ને અમારાં રસ્તા આજ થી અલગ છે . નવાબ ને ખબર હતી કે મહિયા કાકા ભેગા હોય તો જ સારા સામે હોય તો તે તેમનાં માટે સારી બાબત નથી.  નવાબે અંગ્રેજો ને ચોખ્ખું સમજાવી દીધું કે મહિયા માથા આપવામાં અને માથાં ઉતારી લેવાં મા જરા પણ વાર લગાડતાં નથી તેમને લડવામાં પહોચી શકાય નહીં. નવાબે કાવતરૂં ઘડી ને દાત્રાણા  ના શામળાભાઈ ચારણ ને સમાધાન માટે કનડા ડુંગર પર મહિયા ઓ ને મળ્યાં અને કહ્યું કે નવાબ ને તેમની ભુલ સમજાણી છે અને  તે ખુબ દિલગીર છે અને તમને મળવા આવે છે અને મને ગઢવી ને એક વચન આપો કે તમે હથિયાર હાથ નહી ધરો . આ સમાધાન માટે મહિયા ઓ  એ ઘર ઘરથી એક પુરૂષ ને આવવું ફરજિયાત હતું. તરશીંગડા ગામ ના એક પરિવાર મા પુરૂષ મા માત્ર એક નવ વર્ષ ના ત્રણ બહેનો ના લાડકા એક માત્ર ભાઈ  હતા સામતબાપુ. તો ભાઈ ની સખાતે બે બહેનો એક ૧૧વરસ ના અને એક બહેન ૧૩ વર્ષ ના કનડા ડુંગર પર ભાઈ ની રક્ષા એ આવ્યાં હતા.  મહિયા ઓ હથિયાર બંધ કનડા પર આવ્યાં હતાં અને ગઢવી એ વચન માંગી ને હથિયાર ના બાજું  માં મોટા ખડુકલા કરાવ્યા હતા અને ત્યાર બાદ નવાબ નું સૈન્ય સમધાન ના બહાને દગો કરે છે. મહિયા પાસે 
ઘણા હથિયારો હતાં પણ આ અટંકી એક વચની મહિયા એ ગઢવી ને આપેલ વચન પાળવા હાથ વેંત છેટા હથિયાર લેવાં ઉભાં ન થયાં હથિયાર હાથ ધરે તો તો ગઢવી ને આપેલ વચન ની કિંમત શું? મહિયા ઓ ને પ્રાણ થી પણ વધારે વચન  વહાલુ હતું.  હસતે મુખે મહિયા ઓ એ મોત ને મહેમાન બનાવ્યું. 
 *નવાબ ને નીચે નમાવત  તેદી જગત આખું જોત*
*પણ વચને મહિયા એ મામલે તે દી હથિયાર મેલ્યા ન હોત*
   
  જલીયાવાલા બાગ જેવો જ  થયેલ આ ભારત નો નિશસ્ત્ર યોદ્ધા પરનો હત્યાકાંડ હતો.
બાળ યોદ્ધા સામતબાપુ જેની ઉંમર માત્ર ૯ વર્ષ ની છે અને તેમના બહેનો  જે ૧૧અને ૧૩ વર્ષ ના છે તેનો પણ આ નવાબ અને અંગ્રેજો એ ગોળીબાર મા હત્યા કરી છે.  આજ પણ મેંદરડા ગીર ના ડેડકિયા ગામ ના સીમાડે કનડા ડુંગર પર મહિયા ની ૮૪ રણખાંભી ઓ બાળ યોદ્ધા  ત્રણ ભાઈ બહેન ના બલિદાન ની સાક્ષી પુરે છે.
  તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ આ શહીદો ની ૧૩૮ મી પુણ્યતિથિ પર તેમનાં વંશજો દ્રારા શ્રધ્ધા સુમન અર્પણ કરી શ્રધ્ધાંજલી આપવાં મા આવી છે. 
  હાલ પણ શામળાભાઈ ગઢવી ના વંશજો મહીયા ના માથા ના બદલે જુનાગઢ નવાબે આપેલી બક્ષિસ પેટે  *૫ સાંતી એટલે ૨૫૦ વીઘા જમીન નો ભોગવટો કરે છે*    

આ હત્યાકાંડ સમયે મા નાગબાઈ માઁ જે પાંચાળી  નાગબાઈ મા અમારી સાથે જ હતાં. કહેવાય છે કે એક તેજસ્વી સ્વરૂપે એક યુવતી ની લાશ પણ મહિયા ઓ સાથે જોવાં મળેલ હતી. જેના તેજ સ્વરૂપ ને નરી આંખો થી  જીલી પણ ના શકીએ. ત્યાર બાદ તે લાશ થોડી ક્ષણો બાદ ક્યાંય પણ જોવા મળેલી નથી.  
અમને મહિયા ને નાગબાઈ માતાજી એ આ હત્યાકાંડ બાદ વચન આપેલું છે કે  ૫  મહિયા એક સંપથી સારા કાર્ય માટે જશે ત્યાં હું હંમેશા સાથે જ  રહીશ. ક્યારેય પણ પાંચ મહિયા ને એક સાથે હું મરવા નહી દઉ આવું થશે તો સાથે હું  પણ મરીશ. આ યુગમાં કળયુગ પલાંઠી વાળીને બેસી ગયો છે છતાં મા નાગબાઈ નું આપેલું વચન હજી પણ અમારી સાથે છે. હજી પણ અમે પાંચ મહિયા એક હારે સત્કાર્યો માટે નિકળીયે એટલે અમને ક્યારેય પણ વિઘ્ન આવતું નથી  .
માં નાગબાઈ એ અમારાં કરેણી  (કણેરી)ગામ ના વડવા ઓ ને વચન આપેલું હતું કે કરેણી ગામ ના ઉગમણા ટોડા બાંધીશ ઝાંપા સામે ઝાંપો બાંધીશ એટલે સમજજો કે નાગબાઈ ફરી આવી છે.  માં નાગબાઈ એ વચન પાળ્યું અને કરેણી ના ઉગમણા ટોડા આઈ સોનલ સ્વરૂપે આવી ને વસ્યા છે. મહિયા દરબારો આઈ સોનલ ને નાગબાઈ માતાજી નો પુનર્જન્મ જ માને પોતાનાં ઈષ્ટદેવી નાગબાઈ નું સ્વરૂપ સોનલઆઈ પધાર્યા છે.
  અમને શામળાભાઈ ચારણ પ્રત્યે જરા પણ રંજ નથી તેમનાં કારણે આઈ સોનલ વચને કરેણી પધાર્યા છે.
*વચને જનમ ધર્યા વચને કીધા કાજ*
*વચને કરેણી આવ્યા ધન ધન સોનલ માત*

Comments

Popular posts from this blog

About mahiya rajput

✍🏻 “કનડાને રીસામણે”✍🏻

જય ગીગાબાપુ મહિયા