ગીગા પથારી
ગીગા પથારી
સૌરાષ્ટ્રની ધરતી એટલે સંત-શુરાની ધરતી જ્યાં કૈક સંતો - શુરવીરો અને બારવટીયા થઈ ગયા પણ ગીગાજી મહિયા એટલે સૌરાષ્ટ્રનો એવો પ્રથમ બારવટીયો જેણે બાર પ્રકારના વટ પાળિયા હોય.રાષ્ટ્રીય શાયર મેઘાણીએ જેને ગીરના સિંહની ઉપાધી આપેલ છે. ગીગજીના બારવટા માટે કેવાતું કે.........
ઉના થી જુના લગી રાવું તારી જાય,
ડણકો ડુંગર માય ગીરનો સાવજ ગીગડો
હમણાં મહિરાજ ગ્રુપની ટીમ દ્વાર જ્યાં ગીગાજી રાતવાસો કરતા તે ડુંગરની મુલાકાત લેવાની થઇ જેને આસપાસના વિસ્તારના લોકો ગીગા પથારી તરીકે ઓળખે છે.રાનીધાર ગામ મેંદરડા તાલુકા પાસે મેંદરડા તાલુકામા આવેલ આ એ જ ડુંગર છે જ્યાં ગીગાજીએ પોતાના બારવટા દરમિયાન ઘણો સમય પસાર કરેલો.અત્યારે તો અહી જંગલ પારવું છે.પણ એક સમયે ખુબ ગાઢ જંગલ હતું.સામસામાં ઝાડવાઓ આકોડા ભીડીને ઉભેલા અને ગીગાજી પથ્થરનું ઓશીકું કરી અહી આરામ કરતા .
પથ્થર પથારી તારી ગીગડા,
પણ ટેક તારી આકરી ગીગડા
કેડ કટારી તારી ગીગડા ,
ખંભે તારે નાળાળી ગીગડા
જય હો ગીરના સાવજ ગીગાજી..............................................
Comments