લડાઈમાં નાના ભાઇની રક્ષા કરવા બહેનોએ પણ શહિદી વહોરી હતી
લડાઈમાં નાના ભાઇની રક્ષા કરવા બહેનોએ પણ શહિદી વહોરી હતી
- 1883 માં ગીરનાં કનડા ડુંગર પર નવાબ સામે રીસામણે બેસેલ મહિયા રાજપુતોમાં
- નવાબે દગો કરી મારી નાખેલા તમામ શહિદોની કનડા ડુંગરમાં આજે પણ ખાંભી છે
મેંદરડા: ઇ.સ.1883 માં અંગ્રેજોના દબાણવશ થઈ હતી જૂનાગઢનાં નવાબ દ્વારા શેરગઢનાં રજવાડા પર પણ કર લાદવામાં આવતા મહિયા રાજપુતો દ્વારા ગીરનાં કનડા ડુંગર પર જઇને રીસામણે બેસેલ જેમાં તરશીંગળા ગામનાં 12 વર્ષનાં સામતબાપુ પણ પોતાની તલવાર લઇને ઘરેથી નિકળી ગયા હતા. જેનાં રક્ષણ માટે તેની બે મોટી બહેનો પણ આવી હતી અને નવાબ દ્વારા કરેલ દગામા ભાઇની રક્ષા માટે બહેનોએ શહિદી વહેરી હતી.
જ
મહિયા રાજપુતો દ્વારા અવાર-નવાર નવાબની મદદને પગલે ખુશ થઇને જૂનાગઢનાં નવાબ દ્વારા 16 મી સદિમાં કેશોદ-માળિયા વિસ્તારનાં 24 ગામોની જાગીરદારી મહિયા રાજપુતોને આપેલ. જેમાં નવાબ દ્વારા કોઇપણ જાતનો કર નાંખવામાં આવતો ન હતો અને નવાબને જ્યારે જરૂર પડે ત્યારે મહિયા રાજપુતોની મદદ લેવામાં આવતી પરંતુ સમય જતાં દેશમાં અંગ્રેજો કોઠીઓ સ્થાપવા લાગેલ અને ધીમે ધીમે ગુલામીમા સમગ્ર દેશને ઝકળી લીધેલ અને તમામ નાના-મોટા રજવાડાઓ પર કર નાંખવાનું શરૂ કરી દેધેલ તેમાં જૂનાગઢ નાં નવાબે મહિયાઓના ગરાસ પર કર નાખતા મહિયા રાજપુતો રોષે ભરાયા હતાં. પરંતુ નવાબ સાથેનો સુવાળા સંબંધને લીધે આ રજવાડાનાં લોકોએ વિરોધ કરવાને બદલે નવાબ વિરૂદ્ધ રીસામણું કર્યુ હતું. તે સમયે જ્યારે રાજ પર કોઇ કટોકટી આવે ત્યારે બુંગીયો ઢોલ વગાડવામાં આવતો જેનાથી ઘર દિઠ એક-એક પુરૂષ પોતાના કામકાજ છોડીને તલવાર લઇને રાજની રક્ષા માટે આવી પહોંચતા.
રીસામણા કાઢવા સમયે પણ બુંગીયો ઢોલ વગાડવામાં આવ્યો તયારે સૌ કોઇ તલવાર લઇને નિકળી પડેલ આ સમયે તરસીંગડા ગામે રહેતા સામતબાપુની ઉંમર માત્ર 12 વર્ષની હતી અને પિતાનાં મૃત્યુ પછી ઘરમાં એક માત્ર પુરૂષ હોવાથી તે પણ તલવાર લઇને નિકળી પડેલ ઘણા લોકોએ સમજાવવા છતાં ન માનતા અંતે તેમને બે મોટી બહેનો નાનાભાઇની રક્ષા માટે આ કટોકટીનાં સમયે સાથે આવેલ અને શેરગઢનાં ટીલાત દરબાર સમરાબાપુ બાબરીયાની આગેવાનીમાં ગીર જંગલની મધ્યે આવેલા કનડા ડુંગર પર નવાબ વિરૂદ્ધ રીસામણે બેસી ગયેલ જેની જાણ નવાબને થતાં તેણે કુટનિતીપૂર્વક પહેલા સમાધાન માટે એક બ્રાહ્મણ તેમજ ચારણને સમાધાન અર્થે મોકલેલ અને નવાબ મનાવવા આવશે તેવી બાંહેધરી આપી હતી.
આ વાતથી ખુશ થઇને મહિયા રાજપુતો અસ્વસ્થ થયા હતા અને આથી જ સશસ્ત્રે આવેલા યુવાનોને જતાં રહેવા અને ફકત આગેવાનો તેમજ વડીલો રહે તેવી ઘોષણા કરવામાં આવી તેમ છતાં સમાતબાપુએ રોકાવાની હઠ લેતાં તેની મોટી બહેનો પણ કનડામાં રોકાઇ હતી. આ સમયે હતો 27-1-1883 પોષ વદી બીજ અને આ રાત્રીએ માવઠું થયેલ જેથી થાકેલા મહિયા રાજપુતો ઉંઘી ગયા હતા અને સવારે નવાબ મનાવવા આવશે તેવું ધારી લીધું હતું. પરંતુ 28-1-1883 નાં રોજ વહેલી સવારે નવાબનાં દિવાન સુલેમાન સીપેહાલારે કનડા ડુંગરનો ઘેરાવ કરીને તોપમારો શરૂ કર્યો હતો આ સમયે કનડા પર 300 જેટલા મહિયા રાજપુતો હતા.
જેમાંથી કેટલાક ભાગવામાં સફળ થયા હતા તેમ છતાં નવાબનાં દિવાને 84 લોકોની કતલેઆમ કરી હતી તેમાં તરસીંગડાનાં 12 વર્ષનાં સામતબાપુ પણ હતાં જેની રક્ષામાં આવેલ બે બહેનોએ પણ શહિદી વહોરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બહેન-ભાઇની રક્ષા માટે ફકત કાંડે રાખડી બાંધે તેટલુ જ ન હોય પરંતુ ભાઇની રક્ષા માટે બહેનનાં બલીદાન તેમજ બહેનનાં રક્ષણ માટે ભાઇનાં બલીદાનની આવી અનેક ઐતિહાસીક વાતો સોરઠનાં ખમરીવંતા ઇતિહાસમાં છુપાયેલી પડી છે. જેને આજે પણ દરબાર પરિવાર વાગોળી રહ્યો છે.
એ સમયે દેશનાં 28 અગ્રીમ અખબારોએ નોંધ લીધેલ
નવાબનાં દિવાન દ્વારા દગો કરીને મહિયા રાજપુતોની કરેલ કતલેઆમની નોંધ એ સમયે દેશનાં 28 જેટલા મોટા અખબારોએ સમાચાર વહેતા કર્યા હતા જેથી દેશ માં ખળભળાટ મચી ગયેલ. આ બાબતનાં તારીખ સહિતનાં પુરાવાઓ શેરગઢનાં ટીલાત દરબાર સમરાબાપુનાં વંશ જ તેમજ હાલનાં દરબાર બચુબાપુ પાસે મોજુદ છે.
તમામ 84 શહિદોની ખાંભીઓ કનડા પર મોજુદ છે
પહેલાનાં સમયમાં શહિદોની યાદમાં ખાંભીઓ બનાવવાની પ્રથા હતા જેથી તમામ 84 શહિદોની ખાંભીઓ કનડા ડુંગર પર બનાવવામાં આવી છે. જેમાં ત્રણેય ભાઇ-બહેનોની ખાંભીઓ સાથે રાખવામાં આવી છે મહિયા રાજપુતો દ્વારા આ ખાંભીઓનું પુજન કરવામાં આવે છે.
કનડા ડુંગરને રાષ્ટ્રીય શહિદ સ્મારક બનાવવા માંગ
અંગ્રેજોની દખલગીરીથી જ નવાબ દ્વારા કર નંખાયો હતો અને આ બાદ જ કતલેઆમ કરવામાં આવી હતી. જેથી આ રીસામણાને જલયાવાલા બાગ પહેલાનો સત્યાગ્રહ મનાય છે અને દેશ માટે જ મહિયા રાજપુતોનું લોહિ આ ડુંગર પર વહ્યું હતું જેથી આ ડુંગરને રાષ્ટ્રીય શહિદ સ્મારક બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવે છે.
કનડામાં અનેક રહસ્યમય ઐતિહાસીક પુરાવા
ઝવેરચંદ મેઘાણીની હોથલ પદમણીની વાતમાં પણ કનડાની વાત આવે છે ત્યારે સરકાર દ્વારા આ ડુંગર પરનાં ઇતિહાસને ઉજાગર કરી સમક્ષ રજુઆત કરે.
Comments