વીર વછરાજની અદ્ભૂત વાત
વીર વછરાજની અદ્ભૂત વાત જુંગીવારા વાછરા રાણા,ગાઉં તારા હેતથી ગાણા દૂહો:- બેહ ગામે બેસણાં ધન્ય જુંગીવારા ધામ હૈયાની પુરે હામ વિશ્વાસુની વાછરો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં વર્ષો પહેલા "ખીરા સંઘળીયા" નામના ચારણે ખીરલપર ગામ વસાવ્યું, સમય જતાં "લખમણ સોહલીયા" નામના ચારણે આ ખીરલપરનો જાપો બીજીવાર બદલી ઉગમણી દિશાએ બાંધ્યો એટલે ખીરલપરનું નામ ચારણી ભાષામાં "બેહ" પડ્યુ. આ બેહ ગામમાં આજે જુંગીવારા વિર વછરાજ સોલંકીનું વિશાળ મંદિર શોભી રહ્યું છે..ઈ વિર વછરાજ સોલંકી "જુંગીવારા" શું કામ કહેવાણા અને અહીં ક્યારે આવ્યા એની વાત કરવી છે, કાયાભાઈ હરગાણીનાં કલમે લખાયેલ "તુંબેલવાણી"નામનાં પુસ્તક પ્રમાણે વાત કરીએ તો આ બેહ ગામમાં વર્ષો પહેલા અહીં આંબા આંબલી અને તાડીઓનું મોટું જંગલ હતું આ જંગલને અહીં વસતા ચારણો "જુંગી" કહેતા અને આ જુંગીમાં એક માનવભક્ષી અસુરનો ત્રાંસ હતો એક તો ઘનધોર જંગલ અને એમાંય ભયંકર અસુરનો ત્રાંસ આવતા જતા રાહદારીઓને આ અસુરનો ભય સતાવતો એમાં બન્યું એવું કે બ...